ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના ના કેસો ઘટી રહ્યા છે. ત્યારે આગામી નજીકના આ સમયગાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતના શાળાઓમાં શિક્ષણ કાર્યક્રમ શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કોરોના ના કેસ ઘટતા રાજ્યમાં શાળાઓ શરૂ કરવા માટે ચર્ચા કરી હતી. આગામી બે મહિનામાં રાજ્યમાં શાળા ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.
તો આજે બેઠકમાં ઓફલાઈન શિક્ષણ કાર્યક્રમ શરૂ કરવા માટે જરૂરી ગાઈડલાઈન કરવામાં આવશે તેવી પણ ચર્ચા થઇ હતી. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે.
રાજ્યમાં કોરોના કેસ ઘટતા જ જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત રાજ્યોમાં પ્રતિબંધ ઉપરથી ધીમે ધીમે રાહત મળે તેવી શક્યતા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 કેસ નોંધાયા છે.
ઉપરાંત રાજ્યમાં કોરોના માંથી રિકવરી લોકોની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મૃત્યુ થયા છે. કોરોના નો કેસ નો આંકડો 3 કરોડને પાર પહોંચી ગયો છે છેલ્લા 50 દિવસમાં 1 કરોડ કેસ નોંધાયા છે.
જેમાં 50 લાખ છેલ્લા 36 દિવસમાં નોંધાયા છે. કોરોના મૃત્યુના મામલે ભારત બીજા સ્થાને આવી ગયું. દેશમાં અત્યારે કોરોના ના કારણે 3.9 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના ની બીજા લહેરમાં દેશમાં 2.33 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment