ગુજરાતના રાજકારણમાં નવા-જુનીના એંધાણ? કેજરીવાલ બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આવશે ગુજરાત.

Published on: 12:54 pm, Wed, 23 June 21

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા એક પછી એક ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડાક દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે vtv ના પૂર્વ એડિટર ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

અને અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના 183 બેઠક ઉપર આપના ઉમેદવારો ઊભા રહેશે. મળતી માહિતી મુજબ આવતીકાલે DYCM મનીષ સિસોદિયા ગુજરાત આવી રહ્યા છે.

મનીષ સિસોદિયા સુરત શહેરમાં સામાજિક કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરશે. મળતી માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારના અનેક મોટા માથાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

સુરતના ધાર્મિક માલવિયા, અશોક જારીવાલા અને સમાજસેવક મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાઈ તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારેથી જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે.

આવતીકાલે ઇશ્વરદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલીયા ની હાજરીમાં ગુજરાતના લોકપ્રિય સિંગર વિજય સુવાળાને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના રાજકારણમાં નવા-જુનીના એંધાણ? કેજરીવાલ બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આવશે ગુજરાત."

Leave a comment

Your email address will not be published.


*