ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મહત્વના સમાચાર, શિક્ષણ વિભાગે જાહેર કરી…

Published on: 12:17 pm, Tue, 5 January 21

કોરોના મહામારી દરમ્યાન સરકાર દ્વારા ઓનલાઈન એજ્યુકેશન બાદ હવે આગામી બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય પછી ગુજરાત શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષા ની ફી જાહેર કરી છે. જોકે બોર્ડની પરીક્ષાની ફી માંથી બહેનો અને દિવ્યાંગોને મુક્તિ આપવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા ફી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ધોરણ 10 માટે પરીક્ષા ફી 355 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 490 રૂપિયા તેમજ વિજ્ઞાન પ્રવાહ માટે 605 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા જ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણવિભાગ સજજ થયું હતું. મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ બાદ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવશે અને મે મહિનામાં પરીક્ષા યોજાવાની છે.બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા જે શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે તેનું પાલન થાય તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવ્યા છે.બોર્ડની પરીક્ષામાં કોઈ ખોટ ન રહી જાય તે માટે શિક્ષણવિભાગ અત્યારથી કામે લાગી ગયું છે. આ પરિસ્થિતિ વચ્ચે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને ફી જાહેર કરી છે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે થોડા દિવસ પહેલા જ સીબીએસઈ બોર્ડ ની આગાહી 10 અને 12 માં ધોરણ ની બોર્ડ પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી હતી, આ પરીક્ષા અગાઉ neet ane jee ની પરીક્ષાઓની જેમજ ઓફલાઇન મોડ માં લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!