કોરોનાની મહામારી માં સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જનતાને ફ્રી માં આપવાની સુવિધા આપી છે. સરકાર તરફથી જનતાને સસ્તું રાશન આપવાની પણ સુવિધા આપી છે. લોકોને પહેલા રાશન મેળવવા માટે રેશનકાર્ડ લઇને રાશન કેન્દ્ર પર જવું પડતું હતું. પરંતુ હવે તમારા ઘરની નજીકના રાશન કેન્દ્રથી જ રાશન લઈ શકો છો.
તમારા રાશનકાર્ડમાં જુના ડીલર નું નામ બદલવાની નવા ડીલર નું નામ ઉમેરવા માંગતા હોય તો હવે સરકાર તરફથી ખૂબ જ સરળ રીતે બદલી શકો છો. તમે પોતાની જાતે જ ઓનલાઇન અપડેટ કરી શકો છો.
આ રીતે ડીલર નું નામ ઓનલાઇન અપડેટ કરી શકો છો.
૧. સૌપ્રથમ તમારે રાજ્યના હોર્સ એન્ડ લોજિસ્ટિક્સ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
૨. તમે તેના FCS દ્વારા પણ સર્ચ કરી શકો છો.
૩. ત્યારબાદ વેબસાઇટના હોમ પેજ ઉપર નીચે એક વિકલ્પ દેખાશે. જેમાં લખેલું હોય છે રાશન કાર્ડ ધારકો દ્વારા જાતે દુકાન પસંદ કરવા માટેનું ફોર્મ. ત્યાં ક્લિક કરો ત્યારબાદ એક નવું પેજ ખુલશે.
૪. ત્યારબાદ રાસન કાર્ડ નંબર સહિત આપેલી તમામ માહિતીઓ ભરવાની રહેશે.
૫. તમામ માહિતી ભર્યા બાદ સબમીટ કર્યા પછી, તમને સ્કિન પરની બધી માહિતી મળશે, જેમાં તમારે દુકાનદારનો પૂર્ણ નામ લખવાનું રહેશે
તમારે ડીલર નું નામ બદલવું હોય તો ડીલર બદલવા માટેનું કારણ આપવું પડશે. તે પછી તમારી modify પર ક્લિક કરવું પડશે. થોડીક વારમાં જ તે અપડેટ થઈ જશે. હોમ પેજ પર આવીને તમારી વિગતો ભરીને, કૅલેન્ડર પ્રિન્ટ કરવાની રહેશે અને તેના પર સહી કરવાની રહેશે.
તમારે આ પ્રિન્ટ તમારા નવા ડિલરને બતાવવી પડશે. આ ઉપરાંત તમે તેના પર તાલુકાના ઇન્સ્પેક્ટર દ્વારા મંજૂરી કરાવી શકો છો. આ તમામ ફેરફાર છ મહિનામાં એક જ વાર કરી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment