પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું કે…

117

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાન પર પહોંચી ગયા છે. દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડાની જગ્યાએ વધારો જોવા મળી રહ્યો છે. અમુક મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ એ સેન્ચ્યુરી મારી દીધી છે. તેવામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યા.

રાહુલ ગાંધી મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આજે દેશમાં ઘણાં બધાં રાજ્યોમાં અનલોક પ્રક્રિયા શરૂ થશે. મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ” ટેક્સ વસૂલી મહામારીની લહેર આવી રહી છે. મહત્વની વાત એ છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે

તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 95 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ ડીઝલનો પ્રતિ લીટર ભાવ 86.22 રૂપિયા છે. દિલ્હીમાં ધીમે ધીમે અનલૉક પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

આજે ગુજરાતના પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોઈએ તો સુરત શહેરમાં પેટ્રોલની કિંમતમાં 27 પૈસા અને ડીઝલની કિંમતમાં 29 પૈસાનો વધારો થયો. રાજકોટમાં પણ પેટ્રોલની કિંમતમાં 27 પૈસા અને ડીઝલની કિંમતમાં 29 પૈસાનો વધારો થયો છે.

વડોદરામાં પેટ્રોલની કિંમતમાં 26 પૈસા અને ડીઝલની કિંમતમાં 30 પૈસાનો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલ પ્રતિ ભાવમાં 92 રૂપિયાએ પહોંચી ગયો છે. ટૂંક સમયમાં ડીઝલનો ભાવ પણ અમુક શહેરોમાં 100 રૂપિયાને પાર થઈ જશે. પેટ્રોલની કિંમત કરતા ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!