કોંગ્રેસના ધારાસભ્યએ રેલવે વિભાગનો કર્યો વિરોધ, ચાલુ JCB સામે સુઈ ગયા…

Published on: 2:54 pm, Mon, 7 June 21

અમરેલી જિલ્લાના રાજુલા માં પડતર જમીન પર રેલવે વિભાગ દ્વારા ફેન્સીંગ નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી. રેલવે વિભાગની આ ફેન્સીંગ કામગીરીના કારણે ગામના લોકોને ખૂબ જ નડતર રૂપ બનતું હતું. હા સમગ્ર ઘટનાનો કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના કાર્યકર્તા અને ધારાસભ્યો નો વિરોધ કરતાં જ તંત્ર દ્વારા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. રેલવે વિભાગના કામગીરીના કારણે ગામના લોકોને ખૂબ જ અડચણ ઊભી થતી હતી. તેના કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ આ કામગીરીનું અટકાવ્યું હતું.

આ કામ દરમિયાન નડતરરૂપ થતા દબાણને હટાવવા માટે JCB મશીન લાવતા કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ચાલો JCB મશીનની સામે સુઈ ગયા હતા. કોંગ્રેસના કાર્યકર્તા અને ધારાસભ્યોનું આ કાર્ય કરતા જ ગામના લોકો પણ તેમના સમર્થનમાં આવી ગયા.

કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાના વિરોધની સમગ્ર ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારબાદ ઘટનાસ્થળે વિરોધીને પગલે આવેલી પોલીસ પણ કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્ય ને સમજાવતી નજર પડી રહી છે.

સમજાવવા છતાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ JCB મશીન સામેથી અથવા તૈયાર નથી અને કામ અટકાવી દીધું છે. પોલીસ દ્વારા પણ કોંગ્રેસના કાર્યકર્તા અને ધારાસભ્યને સમજાવીને મામલો ઠંડો પાડવાનો પ્રયત્ન કરી રહી છે.

આ ઉપરાંત ગામના લોકોએ પણ રેલવે વિભાગની આ કામગીરીનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને કહ્યું કે જો આગામી સમયમાં આ કામ અટકાવવામાં નહીં આવે તો આંદોલન પણ કરી શકીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોંગ્રેસના ધારાસભ્યએ રેલવે વિભાગનો કર્યો વિરોધ, ચાલુ JCB સામે સુઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*