કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે આવ્યા પછી ના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે લગભગ 12.11 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મળી રહ્યો છે. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ નથી લઈ રહ્યાં તો જરાક પણ મોડું કર્યા વિના તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવો. જો તમે રજિસ્ટ્રેશન કરાવશે તો તમને 9 હપ્તો મળી શકે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઇટ PMKISAN.GOV.IN પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
ત્યારબાદ ફાર્મર્સ કોર્નર નો ઓપ્શન દેખાશે અહીં જઈને ન્યુ ફાર્મસ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
ત્યાર બાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર, કેપ્ચા ભરવાનો રહેશે. ત્યારબાદ એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી ડિટેલ ભરવાની રહેશે.
ત્યાર બાદ તમારે બેંક એકાઉન્ટની ડીટેલ્સ આપવાની રહેશે. આ તમામ કાર્ય કર્યા બાદ એક નવું પેજ ખુલશે તેમાં તમારે તમારી જમીન ની જાણકારી આપવાની રહેશે.
આ ઉપરાંત નિયમો અનુસાર આ યોજનાનો લાભ લેવા માટે જમીન ખેડૂતના નામે હોવી જરૂરી છે. આટલું જ નહી પરંતુ જો ખેડૂતોના દાદા કે તેના પિતાના નામે જમીન હશે તો પણ આ યોજનાનો લાભ નહીં મળે.
આ ઉપરાંત જે ખેડૂતોના નામે 2 હેકટર કે તેથી ઓછી જમીન હશે તેને જ આ યોજનાનો લાભ મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના ખાતા ધારકોને દર વર્ષે 6000 રૂપિયા 2000ના હપ્તા આપવામાં આવે છે.
આ યોજનામાં દર એક હપ્તામાં એક ખેડૂતોને 2 હજાર રૂપિયાની રકમ ખાતામાં મળે છે. તેમજ ખેડૂતોને પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના નો 9 મો હપ્તો 9 ઓગસ્ટના રોજ આપવામાં આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment