નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગોપાલ ઇટાલીયા ને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું કે….

87

ગુજરાત રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી મોટો પડકાર રહેશે.

ત્યારે ગઇકાલે જનસેવા સંવેદના મુલાકાતના બીજા તબક્કાની શરૂઆત કરવા મહેસાણાના ઊઝા જય રહેલા હતા ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી.

ગોપાલ ઇટાલીયા ની ધરપકડ થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. ત્યારે આ સમગ્ર મામલા પર આમ આદમી પાર્ટીના નેતા ઇશ્વરદાન ગઢવી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કોઈ જૂના કેસમાં તેમની અટકાયત કરાઈ છે.

ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ની ધરપકડ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે કેટલાક લોકો ફરતા થાય છે, જેમાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના લોકો છે… પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓએ ભૂતકાળમાં શું કર્યું છે તે અંગે રાજ્યની જનતા જાણે છે.

જ્યારે ગોપાલ ઇટાલીયા ની અટકાયત નો પ્રશ્ન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કરવામાં આવ્યો ત્યારે તેઓએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા, અને કહ્યું હતું કે રાજ્યના લોકો ભાજપ પર જ ભરોસો કરે છે.

અને ગોપાલ ઇટાલીયા અને તેમનો ભુતકાળ યાદ કરાવ્યો હતો. આ ઉપરાંત એવું પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના લોકો ગમે ત્યાં કાર્યક્રમ યોજે છે પરંતુ રાજ્યની જનતા તો ભાજપની સાથે જ છે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે હજુ પણ 2022 ની ચૂંટણી ની વાર છે, આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી અત્યારથી જ ચૂંટણીનો માહોલ ગરમાઈ ચૂક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!