પીએમ કિસાન નિધિ યોજના ના 10 મો હપ્તો ની રાહ જોઈ રહેલા 12 કરોડ થી વધુ લાભાર્થી ખેડૂતો માટે કામ ના સમાચાર છે. પીએમ કિસાન યોજના 2021 માં કેન્દ્રની મોદી સરકારે મોટો ફેરફાર કર્યો છે. પીએમ કિસાન યોજના ના લાભાર્થી
ખેડૂતોને આગામી હપ્તો એટલે કે 10 માં હપ્તા ના પૈસા ત્યારે જ મળશે જ્યારે તમે ઇ કેવાયસી પૂર્ણ કરી દેશો.મોદી સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,15 ડિસેમ્બર 2021 સુધીમાં તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના 10 માં હપ્તા ના પૈસા મળી જશે.
આ વખતે ક્રિસમસ પહેલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે.પોર્ટલ પર કહેવામાં આવ્યું છે કે, આધાર આધારીત OTP પ્રમાણીકરણ માટે કિસાન કોર્નરમાં eKYC વિકલ્પ પર ક્લિક કરો અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે નજીકના CSC કેન્દ્રનો સંપર્ક કરો.
જો કે તમે તમારા મોબાઇલ, લેપટોપ અથવા કોમ્પ્યુટરની મદદથી ઘરે બેસીને તેને પૂર્ણ કરી શકો છો.આ માટે સૌથી પહેલા તમારે આ વેબસાઇટ પર જવું પડશે અને જમણી બાજુએ તમને આ પ્રકારના ટેબસ મળશે. સૌથી ઉપર તમને eKYC લખેલું જોવા મળશે તેના પર તમે ક્લિક કરો.
આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા. તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી નવમાં હપ્તા નો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તા ના પૈસા આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સુવિધા ફક્ત તે ખેડૂતોને જ મળશે કે જેમણે 30 સપ્ટેમ્બર પહેલાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment