ગુજરાતમાં કોરોના ની બીજી લહેર બીજી ધીમી પડતાં શિક્ષણ વિભાગ દ્વારા શાળા-કોલેજો ફરીથી શરૂ કરવાને લઈને ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં શાળા-કોલેજ ખોલવા અંગે મહત્ત્વનો નિર્ણય લેવાઈ શકે છે. કોઈપણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહેશે નહીં.
કોરોનાની મહામારી માં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે અને તેઓ નું રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું છે. ત્યારબાદ આગળના ધોરણમાં પ્રવેશ માટે કેટલાક વિદ્યાર્થીઓ વંચિત રહી જાય તેઓ ડર વિદ્યાર્થીઓના વાલીઓને સતાવી રહ્યો છે.
વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતા શાળાઓએ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. વાલીઓની ચિંતા ને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યમાં એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહેશે નહીં તમારે કોઈને વિદ્યાર્થીઓની ચિંતા કરવાની જરૂર નથી.
બીજી તરફ શાળામાં ૫૦ ટકા જેટલી ફી માફી આપવામાં આવે તો વાલીઓ માંગ કરી રહ્યા છે. તો આ તરફ શાળામાં તો ફ્રી ઘટાડશે તો સંચાલકોએ કોર્ટમાં જવાની કયું છે. તે મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંકા સમયમાં નિર્ણય લેવામાં આવશે.
વાલીઓ તરફથી શાળાઓ શરૂ ન થવાથી 50 ટકા ફી ઘટાડવાની માંગ છે. તો બીજી તરફ શાળા સંચાલકો આ વાતને નકારે છે. સરકારે 25 ટકા ફી ઘટાડવા નું કયું છે પણ ઠરાવ કર્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment