દેશમાં કોરોનાની મહામારી વચ્ચે મોદી સરકાર તેમના મંત્રી મંડળનું અઠવાડિયે વિસ્તરણ કરી શકે તેવી શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ 7 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળ વિસ્તરણ કરશે. નવા મંત્રીમંડળમાં 17 થી 22 મંત્રી શપથ લેવાના છે.
એવું કહેવામાં આવ્યું છે કે મંત્રીમંડળ વિસ્તરણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. બિહારમાંથી બે થી ત્રણ જેટલા મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે.
જેમાં ભાજપના સુશીલ મોદી, RCP સિંહ અને પશુપતિ પારસને પણ સામેલ કરવામાં આવી શકે છે. મધ્યપ્રદેશ માંથી બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં રાકેશ સિંહ અને જ્યોતિરાદીત્ત્ય સીધીયા મંત્રીમંડળમાં સામેલ થઈ શકે તેવી શક્યતાઓ છે.
મહારાષ્ટ્રમાંથી બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં હિના ગાવિત, રણજીત નાયક અને નારાયણ રાણે મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. આ ઉપરાંત રાજસ્થાનમાંથી એક મંત્રી, જમ્મુ-કાશ્મીરમાંથી એક મંત્રી અને લદાખ માટે એક મંત્રી સામેલ થઈ શકે છે.
ઉપરાંત આસામમાં એક કરતાં વધારે મંત્રી સામેલ થઈ શકે તેવી શક્યતાઓ છે. પશ્ચિમ બંગાળમાંથી પણ એક મંત્રી સામેલ થઈ શકે છે. તેમજ ઓડિશામાં થી પણ એક મંત્રી સામેલ થઈ શકે છે.
મળતી માહિતી મુજબ આ વખતે ગઠબંધન વાળી સરકાર પણ મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. ઉપરાંત કોંગ્રેસના પણ ઘણા નેતાઓ મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. ઉપરાંત આ નેતાઓ મંત્રીમંડળમાંથી છૂટા થઈ શકે છે.
જેમાં પ્રકાશ જાવડેકર, ધર્મેન્દ્ર પ્રધાન, નીતિન ગડકરી, નરેન્દ્રસિંહ તોમર, ડોક્ટર હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ , સ્મૃતિ ઈરાની , હર્ષ દીપ પુરી અને પિયુષ ગોયલ મંત્રીમંડળમાંથી છૂટા થઈ શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!