સમગ્ર દેશમાં હાલમાં કોરોના ને કારણે સ્થિતિ અતિ ભયંકર છે.દિવસેને દિવસે કોરોના ને કારણે સ્થિતિ કથળી રહી છે,આ સમગ્ર પરિસ્થિતિ ને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ ન વધે અને કોરોના ને કહેર ને પગલે વધુ લોકો સંક્રમિત ન થાય.
તેમજ કોરોના ને નિયત્રંણ મા રાખી તેવા જન હિત અભિગમ થી રાજ્ય ના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા ની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ વર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી હતી.
કોરોના ની સ્થિતિ ને ધ્યાન માં લઈને 18 એપ્રિલે યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તેમજ આગામી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાન માં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઈને સરકાર વિવિધ પગલા લઈ રહી છે.અમુક ગામ અને જિલ્લાઓમાં સ્વયંભૂ લોકડાઉન લાદવામાં આવ્યું છે.
જયારે અમુક વેપારીઓ દ્વારા પણ સ્વયંભૂ લોકડાઉન લાદવામાં આવ્યું છે ત્યારે હવે લોકોનું હિત જોતા ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી 18 એપ્રિલ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ મોફૂફ રાખવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment