શું મગફળી નો ભાવ વધ્યો કે ઘટયો ? જાણો આજનો સૌથી ઊંચો મગફળી નો ભાવ.

159

મગફળીના સરેરાશ ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. નાફેડમાં મગફળીમાં લે-વેચ સાવ ઓછી અને ઊચા ભાવ બોલાય રહ્યા છે જેને પગલે બજારમાં ઘટાડા ને બ્રેક લાગી છે. મગફળી ની લે વેચ હાલ માત્ર જે જરૂરિયાત વાળા ખેડૂતો છે તે જ કરી રહ્યા છે.

એ સિવાય કોઈની માંગ નથી. બીજી તરફ જો સિંગતેલના ભાવ વધે તો જ મગફળી માં તેજી આવી શકે તેમ છે. સિંગદાણામાં તેજીના ચાન્સ નથી અને આગામી દિવસોમાં મગફળીના ભાવો નીચા આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.

રાજકોટમાં મગફળીની પાંચ હજાર ગુણી આવક હતી અને ભાવ ટીજે -37 માં રૂ 1050 થી 1190,24 નંબર રોહિણી, મઠડી માં રૂ 1050 થી 1220,39 નંબર બોલ્ડ મા 1000 થી 1210.

જી 20 માં 1150 થી 1330,66 નંબર માં રૂ 1000 થી 1160 અને 99 નંબર માં રૂ 1200 ટુ 1210 ના ભાવ હતા.ગોંડલ માં મગફળીની વીસ હજાર ગુણીની આવક હતી.

ભાવ જી 20 ના ભાવ 1150 થી 1325,રોહિણી 24 નંબર માં 1100 થી 1250 અને 37 નંબર માં 1000 થી 1200 ના ભાવ હતા.આજરોજ મગફળી ના સૌથી ઊંચા ભાવ મહુવા માર્કેટ યાર્ડ 1356₹ બોલાયા હતા.

મગફળી ના ભાવ ની વાત કરવામાં આવે તો અમરેલી માં 990 થી 1320, સાવરકુંડલામાં 900 થી 1281, વિસાવદરમાં 954 થી 1336, જેતપુરમાં 881 થી 1271.

પોરબંદરમાં 1085 થી 1200, મહુવામાં 1166 થી 1348, ગોંડલમાં 800 થી 1326, જૂનાગઢમાં 980 થી 1243, જામજોધપુરમાં 900 થી 1295.

ભાવનગરમાં 1200 થી 1252, ભેસાણ 900 થી 1168, જામનગરમાં 1050 થી 1316, દાહોદ 900 થી 1100 મોટી મગફળીના ભાવો જૉવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!