અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર નિર્માણ માં નીકળી રહેલી માટી ની વધી ડિમાન્ડ,જાણો વિગતવાર

Published on: 9:05 pm, Sat, 10 April 21

અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને હાલમાં અહીંયા પાયો ખોદવામાં આવી રહ્યો છે. આ કામગીરી દરમિયાન નીકળી રહેલી માટીની પણ ભારે ડિમાન્ડ છે. લોકો અહીં પ્રસાદ તરીકે માટી ને ઘરે લઈ જઈ રહ્યા છે.

હવે અહીંયા દર્શન માટે આવતા ભાવિકોને ડબ્બીમાં માટી ને પેક કરીને આપવામાં આવી રહી છે. લોકો આ માટી ના દર્શન કરીને પણ ધન્ય થઇ રહ્યા છે. પાયામાંથી નીકળેલી માટી ને વિતરણ કરવા માટે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવી છે.

માટીના ડબ્બામાં પેક કરીને અમુક લોકોને જ અપાય છે.બીજા લોકોને માટી માટે ઘરેથી વાસણ લઈને આવું પડે છે.રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ નું કહેવું છે કે.

રામ મંદિર નિર્માણ દરમિયાન થયેલા ખોદકામ માં નીકળે માટે ભક્તો માટે હવે આસ્થાનું પ્રતિક બની ગયું છે.ટ્રસ્ટે આ માટીને રામ જન્મભૂમિ રજકણ નામ આપ્યું છે.

રામ જન્મભૂમિ નું ગર્ભગૃહ જ્યાં છે ત્યાંથી નીકળેલી માટીની તો વિશેષ ડિમાન્ડ છે. લોકો અને સંતો પણ તેની માંગ કરી રહ્યા છે. સંતો પણ આ માટીને સાથે લઈને જાય છે.

શ્રી રામ જન્મભૂમિ તિથક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરી રહ્યું છે અને તેના માટે જનસંપર્ક અને યોગદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે 27 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે.

મંદિરના નિર્માણ માટે ધન રાશિ ભેગી કરવાનું અભિયાન 15 જાન્યુઆરી થી દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર નિર્માણ માં નીકળી રહેલી માટી ની વધી ડિમાન્ડ,જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*