ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર દિવસે અને દિવસે વકરતી જાય છે. જેના કારણે રાજ્ય સરકાર ધીમે ધીમે અનલૉક ની પ્રક્રિયા તરફ આગળ વધી રહી છે. જ્યારે ગુજરાત રાજ્યમાં આઠ મહાનગરો માં હજુ પણ રાત્રી કર્ફ્યુ લાગુ છે.
મળતી માહિતી મુજબ ગુજરાતમાં આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય 28 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અગાઉ 17 ઓગસ્ટ સુધી રાત્રી કર્ફ્યુ નો સમય નક્કી કર્યો ત્યારે હવે એ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જ્યારે આઠમા નગરોમાં રાત્રી કર્ફ્યુ નો સમય 11 થી સવારના 6 વાગ્યાનો જ રહેશે. મળતી માહિતી મુજબ હાલમાં રાત્રી કર્ફ્યુ માં કોઈ પણ રાહત આપવામાં આવી નથી.
અગાઉ રાજ્ય સરકારે 28 જુલાઈ 2021 ના રોજ રાત્રે કરફ્યૂમાં એક કલાકની રાહત આપી હતી. રાજ્યમાં કોરોના ની બીજી લહેર દિવસે ને દિવસે ઘટતી રહી હતી તે માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં હજુ કોરોના ગયો નથી તેના કારણે કોરોનાના પ્રતિબંધોને અને કોરોનાને લગતી તમામ ગાઈડલાઈન નું પાલન ફરજિયાત પણે કરવું પડશે. રાજ્ય સરકાર દ્વારા આ નિયમોમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી.
અને રાત્રે કર્યું આ નિયમમાં પણ કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. જોવા નિયમોનું પાલન નહીં કરો તો આગામી સમયમાં કોરોના ની ત્રીજી લહેર ગુજરાતમાં આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment