કોરોના ની સ્થિતિને ધ્યાનમાં રાખીને એમએચએ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. તાજેતરમાં જ આદેશમાં જણાવાયું હતું કે, 25 નવેમ્બરે સરકારે આપેલી અનલૉક ની માર્ગદર્શિકા હવે 31 જાન્યુઆરી 2021 સુધી લાગુ રહેશે. આદેશમાં એ પણ જણાવાયું હતું કે, તમામ કન્ટેન્મેન્ટ ઝોન ઉપર આકરા પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવ્યા છે.રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા.
નાઈટ કરફ્યુ અંગે પોતાની સ્થાનિક સ્થિતિને આધારે નિર્ણય કરવામાં આવશે. લોકડાઉન લગાવવા મુદ્દે કેન્દ્ર સાથે ચર્ચા કરવી પડશે અને માર્ગદર્શિકા નો ભંગ કરનાર રાજ્ય સામે કડક પગલાં લેવામાં આવશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ને તેની રસીના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી ની આશા છે.
કંપનીના વડા આદર પુનાવાલાએ જણાવ્યું કે,ભારત અને ઇંગ્લેન્ડ તરફથી જાન્યુઆરી ની શરૂઆતમાં ગુડ ન્યુઝ આપવામાં આવે તેમ છે અને અમે 50 મિલિયન ડોઝ તૈયાર કરી રાખ્યા છે.
આગામી જુલાઇ સુધીમાં 300 ડોઝ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment