ડુંગળીને લઈને કેન્દ્રની મોદી સરકાર કરશે આ મહત્વનું કાર્ય, આ તારીખથી શરૂ થશે ડુંગળીની…

Published on: 10:07 am, Tue, 29 December 20

ભારત સરકાર ડુંગળીની નિકાસ પર લાગેલા પ્રતિબંધ હટાવવા જઈ રહી છે અને સરકારે સોમવારે આદેશ જાહેર કર્યો છે જેમાં 1જાન્યુઆરી 2021 થી ડુંગળી ની તમામ પ્રકારની નિકાસને મંજૂરી આપી દેવામાં આવી છે. વિદેશ વ્યાપાર મહાનીગેશાલયે નોટિફિકેશનમાં જણાવ્યું કે ડુંગળી ની તમામ પ્રકારની નિકાસ 1 જાન્યુઆરી 2021 થી પ્રતિબંધ મુક્ત કરી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 14 સપ્ટેમ્બર 2020 ના રોજ ડુંગળી ની તમામ પ્રકારની નિકાસ પર રોક લગાવી દીધી હતી.

અને સરકારે નિર્ણય દેશમાં ડુંગળીના ઉપલબ્ધતા વધારવા અને ઘરેલું બજારમાં સતત વધતી કિંમત ને કંટ્રોલ કરવા માટે લીધો હતો.દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદના કારણે આ વખતે ડુંગળીના પાકને ખાસ નુકસાન થયું છે અને જેના કારણે ઘરેલું બજારમાં ડુંગળીની કિંમત પણ ઘણી વધી હતી.

ભારતે એપ્રિલથી જૂન વચ્ચે લગભગ 19.8 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ કરી છે અને ભારતમાં સૌથી વધારે ડુંગળીની નિકાસ શ્રીલંકા,બાંગલાદેશ,મલેશિયા અને UAE માં થાય છે.

મહારાષ્ટ્ર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્ય માં વરસાદ અને પૂરના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!