ગુજરાત રાજ્યમાં ફટાકડા ફોડવાના મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાવાયરસ ના કહેર વચ્ચે પાંચ રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયા બાદ ગુજરાતમાં દિવાળીના સમયે ફટાકડા ફોડી શકાશે કે નહીં, આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન બની ચૂક્યો હતો.ગાંધીનગરથી ગુજરાત રાજ્યમાં ફટાકડા ફોડવાના મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા સરકાર તરફથી સૂચના પણ આપવામાં આવી છે.
અને સરકારે પોતાના માર્ગદર્શિકામાં ફટાકડાની વિદેશ થી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કલમ 144 હેઠળ આદેશ બહાર પાડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. ફટાકડાની ગેરકાયદેસર આયાત વેચાણ અને સંગ્રહ પર રોક લગાવી દીધી છે.મહત્વની વાત એ છે કે દિવાળી નહીં પણ અન્ય તહેવારો.
તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે જાહેર માં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
અને રાજ્યમાં તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment