અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બધાની નજર લાંબા સમયથી રામમંદિરમાં પર ટકેલી છે. ભગવાન રામના ભકતો ઈચ્છા છે કે અયોધ્યામાં વહેલી તકે રામ મંદિર બનાવવામાં આવે જેથી તેઓ દર્શન કરી શકે. રામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નુપેન્દ્ર મિશ્રા સમગ્ર બાંધકામ પર નજર રાખી રહ્યા છે.
તેમને રામ મંદિરના નિર્માણ વિશે વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે રામ ભકતો વહેલી તકે મંદિરના દર્શન કરી શકશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૂપેન્દ્ર મિશ્રા એ જણાવ્યું કે, ડિસેમ્બર 2023 સુધીમાં ભક્તોને મંદિરમાં દર્શન કરવાની તક મળશે.
તે મુજબ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે અને તેમને લોકોને મંદિરના નિર્માણ દરમિયાન પડતા પડકાર વિશે પણ માહિતગાર કર્યા અને કહ્યું કે સૌથી વધુ પડકારજનક કાર્ય સ્થળ ની નીચેની જમીન છે જ્યાં મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે વાસ્તવિક માટી નથી પરંતુ તે કાટ માળ છે.
રામ મંદિર ટ્રસ્ટના ચેરમેનને વધુમાં જણાવ્યું હતું કે મંદિરના નિર્માણની શરૂઆત માં ચર્ચા થઈ હતી કે શું આપણે જૂના જમાનાના ચૂનાના પથ્થર નો ઉપયોગ કરવો જોઈએ.આ અંગે નિષ્ણાતોએ કહ્યુ કે લાઇમ સ્ટોન તે સમય માટે હતો જ્યારે અન્ય કોઈ વિકલ્પ ન હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment