સુરતમાં એક યુવતીએ બાથરૂમમાં ફાંસી ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, માતાને દીકરી બાથરૂમમાં લટકતી મળી – જાણો આ પગલું ભરવા પાછળનું કારણ

Published on: 12:45 pm, Sat, 23 October 21

આજકાલ રાજ્યમાં આર્થિક કે અંગત કારણોસરથી કંટાળીને લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે સુરતની તેવી ઘટના સામે આવી છે. સુરતના ઉના પાટિયામાં એક યુવતીએ બાથરૂમમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીનું નામ સોનિયા છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીના પિતા મફિઝુલ શેખ જણાવ્યું હતું કે, તેઓ મિલમાં કામ કરે છે. તેમને ત્રણ સંતાનો માંથી સોનિયા બીજા નંબરની દીકરી હતી. સોનિયા કોલકત્તામાં અભ્યાસ કરતી હતી પરંતુ સોનાના પરિવારની પરિસ્થિતિ નબળી હોવાના કારણે તે અભ્યાસ છોડીને કામકાજ પર ધ્યાન આપતી હતી.

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ આખું પરિવાર ભોજન કરીને સુઈ ગયું હતું અને સવારના સમયે સોનિયાની માતાની સોનિયાનું મૃતદેહને બાથરૂમમાં લટકતું જોવા મળ્યું હતું.

આ દ્રશ્યો જોતા જ સોનાની માતા બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ સોનિયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરી દેવામાં આવી હતી. સોનિયાના આવા અંતિમ પગલાને લઇ ને પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર વતન કોલકાતાના રહેવાસી અને સુરતમાં જ રહેતા એક યુવક જોડે સોનિયા એક વર્ષથી પ્રેમ કરતી હતી. મળતી માહિતી અનુસાર પરિવારથી છુપાઈને સોનિયા બાથરૂમમાં કલાકો સુધી તેના પ્રેમી સાથે મોબાઇલ પર વાત કરતી હતી.

અને સોનિયા મોબાઈલ માં વાત કરતા પકડાઈ ગયા બાદ દીકરીના પ્રેમની પરિવારને જાણ થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાને લઈને એવી જાણકારી સામે આવી છે કે સોનીયા અને તેના પ્રેમી વચ્ચે માથાકુટ થઇ હતી. અને માથાકૂટ ના કારણે સોનીયે આ પ્રકારનું પગલું ભર્યું છે તેવી માહિતી મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં એક યુવતીએ બાથરૂમમાં ફાંસી ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, માતાને દીકરી બાથરૂમમાં લટકતી મળી – જાણો આ પગલું ભરવા પાછળનું કારણ"

Leave a comment

Your email address will not be published.


*