ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મહત્વની આગાહી અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ઓછી થતી જાય છે. આગામી દિવસમાં વરસાદની સંભાવના ઓછી છે. રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં 6 જુલાઈ સુધી વરસાદની સંભાવના નહિવત્ છે.
રાજ્યમાં આગામી દિવસમાં વરસાદી સિસ્ટમ ધીમી પડે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે જણાવ્યું કે પણ મોટી સિસ્ટમ બનવાની સંભાવના ખૂબ જ ઓછી છે ત્યારે રાજ્યમાં મેઘરાજા થોડાક દિવસો સુધી વિરામ લઇ શકે છે.
ઉપરાંત ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
ખેડૂતોને વાવણી સમયે વરસાદની સંભાવના ધીમી પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી આઠ દિવસોમાં વરસાદની સંભાવના નથી.
તેના કારણે રાજ્યમાં આગામી ૮ દિવસમાં ગરમી ની પ્રમાણ વધે તેવી હવામાન વિભાગની આગાહી છે. જો લાંબા સમય સુધી રાજ્યમાં વરસાદ વિરામ લેશે તો ખેડૂતોના પાક પર નુકસાન પહોંચી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment