અમિત ચાવડા કહ્યું કે ગુજરાતમાં સરકારના મિસ મેનેજમેન્ટથી બે લાખથી વધુ લોકોના કોરોના થી મૃત્યુ થયા, જાણો વિગતે.

Published on: 8:07 pm, Mon, 28 June 21

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાત સરકારની નાગરિકોના આરોગ્યની ચિંતા નથી. કોરોના ની શરૂઆતમાં ટેસ્ટિંગના બદલે આંકડાઓ છુપાવવાનું કામ કર્યું.

ઉપરાંત અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે રાજ્યમાં વેક્સિનેશન મુદ્દે સરકાર જાહેરાતો અને પબ્લિસિટી માટે કામ કરે છે. ઉપરાંત તેમને કહ્યું કે સરકારના મિસ મેનેજમેન્ટના કારણે બે લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત જાહેરાત બાદ માત્ર લોકોને હેરાન ગતિ જ મળી છે. ઉપરાંત કોરોના ની રસીથી લોકોને સરળતાથી મળતી નથી.

આ ઉપરાંત તેમને છેલ્લા એક અઠવાડિયાથી વેક્સિનેશન ડોઝ ઉપલબ્ધ ન હોવાના આરોપો લગાવ્યા હતા. કેટલાક દિવસો બાદ પણ લોકોને કોરોના ની રસી મળી નથી.

ઉપરાંત અમદાવાદ શહેરમાં 1 લાખ ડોઝની સામે 10 હજાર ડોઝ ઉપલબ્ધ છે. દેશમાં રસીકરણના મામલે ગુજરાત રાજ્ય 7મા નંબરે છે. ઉપરાંત કોરોના ની ત્રીજી લહેર પૂર્વે સરકારનું આયોજન નથી.

રાજ્યમાં ત્રીજી લહેર નું આગમન થાય તે જ પહેલા તમામ લોકોને વેક્સિન મળવી જરૂરી છે. ગુજરાતમાં 50 ટકાથી વધુ સેન્ટર પર યોગ્ય રસીકરણ ન થતું હોવાની વાત અમિત ચાવડાએ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!