સુરત ના વરાછા માં હાર્દિક પટેલ ની સભાને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને પાસ વચ્ચે થયેલા મનદુઃખ ની અસર જાહેર સભા પર પણ પડી છે.પાટીદાર બહુમતી વાળા વિસ્તારમાં કોંગ્રેસે હાર્દિક પટેલ ની સભા કરવાનું ટાળ્યુ છે જેના કારણે અનેક અટકળો થઈ રહી છે.

સુરત મહાનરપાલિકાની ચૂંટણી પહેલાં ટિકિટની વહેંચણી માં મુદ્દે અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા.પાસ કન્વીનર ધાર્મિક માલવિયા ને પણ કોંગ્રેસ ટિકિટ ફાળવી હતી પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસ માં ઉમેદવાર તરીકે માલવીયાએ ફોર્મ ભર્યું ન હતું.

ત્યારબાદ વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના અન્ય બે ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.આ ઉપરાંત વોર્ડ નંબર 16 અને 17 પુણા વિસ્તારમાં પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ પ્રચાર માટે પ્રવેશ કરવો નહિ.

તેવા બેનર પણ લાગી ગયા છે.આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર મજબૂત છે અને ગયા વર્ષે ચૂંટણી જીતી ચુક્યા છે જો કોંગ્રેસના નેતાઓ કે હાર્દિક પટેલ ની સભા કરે તો આ વિસ્તારમાં પણ પરિણામ કોંગ્રેસ તરફી આવી શકે તેમ છે.

આવી સ્થિતિ હોવા છતાં કોંગ્રેસ અને હાર્દિક પટેલ આ વિસ્તારોમાં હજુ સભાનું આયોજન કર્યું નથી.જેના કારણે પાટીદાર બહુમતી વાળા વિસ્તારમાં કોંગ્રેસે પહેલેથી જ હથિયાર હેઠા મૂકી દીધા હોય.

તેવી અટકળો શરૂ થઈ ગઈ છે.પાટીદાર નેતા હાર્દિક પટેલ ની સભા વરાછા ને બદલે કતારગામ માં આયોજન થતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*