ચૂંટણી નજીક આવતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો વિગતે.

109

હાલમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ના કારણે સામાન્ય નાગરિકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આજના સમયમાં ઘરની બહાર કોઇપણ કામ કરવા.

માટે વિહિકલ ની જરૂરિયાત પડે છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ મોંઘા થતા લોકોના ખિસ્સા પર ભારે અસર પડી રહી છે.હાલમાં નવા વર્ષની શરૂઆતમાં જ લગભગ પહેલા મહિનામાં સાત વખત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થયો છે.

અને દિવસેને દિવસે વધતા જતા ભાવ માં આજે સતત બીજા દિવસે તેમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનામાં પેટ્રોલનો ભાવ 70.40 રૂપિયા પ્રતિ લીટર હતો.

જે હાલમાં વધીને 86.22 રૂપિયા થયો છે તો ડીઝલનો ભાવ જુલાઈમાં 69.83 રૂપિયા પ્રતિ લીટર હતો જે હાલમાં વધીને 85.47 લીટર થઈ ગયો છે.જુલાઈ મહિના પછી પેટ્રોલના ભાવમાં 15.82 રૂપિયાનો વધારો થયો છે.

અને હાલમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી વધારે મોંઘું છે. ભાવનગરમાં હાલમાં પેટ્રોલના ભાવ 88.27 રૂપિયા પ્રતિ લીટર છે. રાજ્યના અમુક શહેર ના આજના ભાવ અને.

ગઈ કાલ ના ભાવ ચાલો આપણે જાણીએ. સુરત 86.33,86.08, વડોદરા 85.90,85.64, અમદાવાદ 86.22,85.97, ભાવનગર 88.27,88.02, જુનાગઢ 87.02,87.26 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!