કોરોના ની કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને આવ્યા મહત્વના સમાચાર, આ તારીખે મોદી આવશે ગુજરાત

Published on: 5:17 pm, Thu, 3 December 20

પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 14 અને 15 મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી શકે છે અને તેઓ કચ્છમાં માંડવી ખાતે ડીસોલીનેશન પ્લાન્ટમાં ખાતમુહર્ત કરવાનું છે તેમજ 14 મીની રાત્રે કચ્છના ટેન્ટ સીટી માં રાત્રિ રોકાણ કરે તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત ખાવડામાં સોલર પ્રોજેક્ટનું ખાતમૂર્હત પણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ ની માહિતી આપતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, વડા પ્રધાન મોદીના હસ્તે 15 મી ડિસેમ્બરના રોજ કચ્છમાં રિન્યુએબલ એનર્જી એટલે કે સોલાર અને વિંડ, આપણા બોર્ડર વિસ્તારના રણ પ્રદેશમાં 30 હજાર મેગાવોટ દુનિયાના સૌથી મોટા પાર્ક રિન્યુએબલ એનર્જી નું ખાતમુરત કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!