કોરોના ની કહેર વચ્ચે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય.

356

કોરોનાવાયરસ ના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને મધ્યપ્રદેશ સરકારે શાળાઓને લઈને એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશ સરકારે ધોરણ 1 થી 8 ના ક્લાસ 31 માર્ચ 2021સુધી ખોલવામાં આવશે નહીં અને કોરોના કારણે શાળાઓની લઈને મધ્ય પ્રદેશ સરકાર એક નવી માર્ગદર્શિકા મુજબ હવે પ્રદેશમાં શૈક્ષણિક સત્ર 1 એપ્રિલ 2021 થી શરૂ થશે.વિદ્યાર્થીઓ માટે આ સરકારનો મહત્વનો નિર્ણય છે.

શિક્ષણ સત્રમાં પાંચમી અને આઠમી ની બોર્ડની પરીક્ષાને નહીં યોજવામાં આવે અને ધોરણ એક થી આઠ સુધી પ્રોજેક્ટ વર્ક ના આધાર પર મૂલ્યાંકન કરવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે સાંજે શાળા શિક્ષણ વિભાગની એક બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં શાળા શિક્ષણ મંત્રી ઉદર સિંહ પરમાર અને મુખ્ય સચિવ ઈકબાલ સિંહ બેસ પણ સામેલ થયા હતા અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે.

મધ્યપ્રદેશમાં શાળા શિક્ષણ ક્ષેત્રમાં રેડીકલ પરિવર્તન લાવવાનું છે જેનાથી અહીં શિક્ષણ સર્વોત્તમ થઈ શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!