દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ તાંડવ મચાવ્યો હતો પરંતુ ગુજરાતમાં હવે કોરોના નું સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું છે. એના કારણે ગુજરાત સરકાર એક પછી એક નિયમો ધીમે ધીમે હટાવી રહી છે. ગુજરાત સરકારે આંશિક લોકડાઉન માંથી રાહતો આપ્યા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના કામકાજને લઈને કરશે મોટી જાહેરાત.
રાજ્ય સરકાર આવતીકાલથી બધી કચેરીઓ કાર્યરત કરી દેશે. આ ઉપરાંત વિજય રૂપાણીએ 7 જૂનથી સરકારી કચેરીઓ તથા ખાનગી ક્ષેત્રોની ઓફિસમાં 100 ટકા સ્ટાફની હાજરી ઓ સાથે રાબેતા મુજબ કામકાજ શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોના ના કેસ જોઈએ તો આજે અમદાવાદમાં 191 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેસ નોંધાયા છે. સુરત શહેરી વિસ્તારમાં કોરોના નવા 80 કેસ નોંધાયા છે. અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં 57 કેસો નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ કેસો નોંધાયા છે.
વડોદરામાં કુલ 132 કેસો નોંધાયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 104 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કોરોના ના 57 કેસ નોંધાયા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં 31 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે કોરોના ના કારણે 4 વ્યક્તિના મૃત્યુ થયા છે.
વડોદરા કોર્પોરેશન માં 1 વ્યક્તિ, વડોદરામાં 1 વ્યક્તિ, સુરત કોર્પોરેશન માં 1 વ્યક્તિ, સુરતમાં 2 વ્યક્તિ, ગીર સોમનાથ માં 1 વ્યક્તિ, જામનગરમાં 1 વ્યક્તિ, રાજકોટમાં 1 વ્યક્તિ, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1, જામનગરમાં 1, મહીસાગર માં 1, છોટા ઉદયપુર માં 1 આમ થઈને રાજ્યમાં કુલ 17 લોકોનાં મૃત્યુ થયા છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના ના તાજા સમાચાર દર્દીઓનો આંકડો 95.78 ટકાએ પહોંચી ગયો છે. આજે ગુજરાત રાજ્યમાં કુલ 3018 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં રસીકરણ ની વાત કરીએ તો એક દિવસમાં ગુજરાતમાં 175359 લોકોને રસી આપવામાં આવી છે. 18 થી 46 વર્ષની ઉંમરના 98288 લોકોએ કોરોના ની રસી નો પ્રથમ ડોઝ લઈ લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment