રાજ્યના આ કર્મચારીઓ માટે રાજ્યની રૂપાણી સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, તેઓના પગાર મુદ્દે ગૃહમાં કરી મોટી જાહેરાત.

124

વિધાનસભામાં મંગળવારે નેશનલ હેલ્થ મિશન મુદ્દે એક સવાલનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આઉટસોર્સિંગ કર્મચારી ને પુરુ વળતર મળે તે માટે એસક્રો એકાઉન્ટ ખોલવા ની કામગીરી 90 ટકા પૂર્ણ થઇ ગઇ છે.

જેથી આઉટસોર્સિંગ કર્મચારીઓ નો સીધો પગાર બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે.આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવા માટે પણ વિધાનસભામાં સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

અમિત ચાવડાએ ગૃહમાં કહ્યું કે આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ બંધ કરીને કર્મચારીઓને કાયમી કરવા જોઈએ.આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપતા કહ્યું કે ભરતી કેલેન્ડર મુજબ ભરતી થાય છે.

અને ત્રણ વર્ષમાં 1.25 લાખ ભરતી કરવામાં આવી છે.કોંગ્રેસ દ્વારા એજન્સીઓની ખુલ્લી લૂંટ નો મુદ્દો ગૃહ માં ઉઠાવ્યો હતો અને ગૃહમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, સર્વિસ ચાર્જ ના નામ એજન્સીઓ ઉઘાડી લૂંટ ચલાવીને તગડો નફો વસૂલે છે.

આ સવાલ માં મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે આરોગ્ય વિભાગમાં કંપનીઓ 12 થી 13 ટકા મકો લેતી હોવાની સામે આવતા 5 ટકા કરી દેવાયો છે. આ નિર્ણયથી સરકારને પ્રતિ મહિને 10 કરોડથી પણ વધારે ની બચત થઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!