સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખુબજ નજીક છે.રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે અને ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે.કોંગ્રેસમાં આ વખતે કીટ મેળવતા ઉમેદવારો માટે ફાયદાકારી આપવાની રહેશે અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર ટિકિટ મેળવતા પહેલા પક્ષ નહીં છોડે તેવી બાંહેધરી આપવી પડશે. જે લોકો ઉમેદવારોની ભલામણ કરે તેમને પણ આ બાબતે જમીન બનવું પડશે.
ઉમેદવાર જે સમાજમાંથી આવે છે તે સમાજના આગેવાનોએ જીત્યા બાદ ઉમેદવાર કોંગ્રેસ નહીં છોડે તેવી ગેરંટી આપવી પડશે. પરિણામ બાદ કોંગ્રેસને બચાવવા માટે ઉમેદવાર પસંદગી ના ધારાધોરણ માં આ નિયમ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.આપેલા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખના પણ ઉમેદવારોને ટિકિટ ને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
ભાજપથી આવેલા કોઈપણ આગેવાન અને કોંગ્રેસ કોર્પોરેશન ચૂંટણી ઉમેદવાર નહીં બનાવે તેવો તેમણે દાવો કર્યો હતો.ભાજપથી નારાજ સ્થાનિક નેતાઓ કોંગ્રેસ તરફથી ટિકિટની માગણી કરી રહ્યા છે.
અને ભાજપથી નારાજ આગેવાનો પાંચ વર્ષ કોંગ્રેસ માટે કાર્ય કર્યા બાદ જ ટિકિટ મેળવી શકશે તેમ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment