ગુજરાત રાજ્યનું સૌથી પ્રચલિત તહેવારોમાં નો એક એવા ઉતરાયણના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સરકાર ની ઉત્તરાયણ ને લઈને કઈ કઈ માર્ગદર્શિકા જાહેર કરશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હા પરિસ્થિતિ વચ્ચે ઉત્તરાયણના તહેવારને લઈને રાજકોટ કમિશનરે જાહેરનામુ બહાર પાડયું છે. પોલીસ કમિશનરે જાહેરનામા ની અંદર ચાઈનીઝ દોરા,તુક્કલ ના વેચાણ અને ખરીદી ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.
સાથે સાથે કોરોના ની પરિસ્થિતિ ના કારણે લોકોએ પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખવું પડશે.જાહેરનામા નું પાલન ન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ ઉપરાંત આ જાહેરનામું 18 ડિસેમ્બર થી 16 જાન્યુઆરી સુધી લાગુ કરી દેવામાં આવ્યું છે.
મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર પણ વગાડી શકાશે નહીં અને લોકોની લાગણી દુભાય તેવા લખાણ વાળી પતંગ પણ ઉડાવી શકાશે.
મહત્વની વાત એ છે.કે આ તહેવાર પર જાહેર માર્ગોપર ઘાસચારાનું વેચાણ પણ કરી શકાશે નહિ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!