ગુજરાતમાં હાલ કોરોનાવાયરસ ના કેસો છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાંથી પણ કોરોના ને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરની 59 ખાનગી હોસ્પિટલમાં દર્દી વેન્ટીલેટર પર નથી, જ્યારે આઈસોલેશન ના કુલ 986 બેડ ખાલી હોવાનું સામે આવ્યું છે.કોરોના ને લઈને અમદાવાદમાંથી રાતના સમાચાર મળી રહ્યા છે જેમાં શહેરમાં કોરોના કેસમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ 59 ખાનગી હોસ્પિટલમાં એક પણ દર્દી વેન્ટિલેટર નથી.
અને આ સાથે વેન્ટિલેટર સાથેના 62 ટકા બેડ ખાલી હોવાનું સામે આવ્યું છે.અમદાવાદમાં ખાનગી હોસ્પીટલમાં કુલ 3549 બેડ માંથી 2445 બેડ હાલ ખાલી હોવા અંગે સરકારી આંકડાઓ કહી રહ્યા છે. 18 ડિસેમ્બર 2020 ના રોજ ગુજરાતમાં કોરોનાવાયરસ સંક્રમણ 1075 નવા કોરોના ના કેસ નોંધાયા હતા તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે.
જો કે રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા પણ ઘટી ગઈ છે.રાજ્યમાં શાસ્ત્ર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં 1155 આજે સાજા થયા અને અત્યાર સુધીમાં કુલ 2,16,683 દર્દીઓ સાજા થયા છે.
કોરોના થી 8 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોના થી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4211 થઈ ગઈ છે અને હાલમાં આપણે જણાવી દઈએ કે 12,449 એક્ટિવ કેસ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!