છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો તો આ વરસાદી માહોલ દરમિયાન તમે ઘરની બહાર નીકળો અને તમારો સ્માર્ટફોન ભીનો થઈ શકે છે, આવા સમયમાં તમારે ગભરાવાની જરૂર નથી. બજારમાં ઉપલબ્ધ ઘણા મોબાઈલ આઇપી 64 અથવા આઈપી 65 રેટેડ હોય છે જેના પર હળવા વરસાદ ના કારણે મોબાઈલ ભીનો થતા બગડવાની શક્યતા અોછી છે. આ પરિસ્થિતિ વચ્ચે તમારો મોબાઇલ ખરાબ થઈ જા તો પણ તેને બચાવવાના સરળ ઉપાયો છે.
- જો તમારો ફોન વરસાદમાં ભીનો થઈ જાય તો સૌપ્રથમ ફોનને બંધ કરી દો.
- તમારા ફોનને સૂકા કપડાથી સારી રીતે સાફ કરો અને ત્યારબાદ પંખા નીચે ફોન ને મૂકી દયો.
- ખાસ કાળજી રાખો કે, ફોન ને વહેલા સૂકવવા માટે ક્યારે પણ હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો.
જ્યારે ફોન સુકાઈ જાય ત્યારે તો તમે ચોખાના ડબ્બામાં 24 કલાક માટે રાખી મૂકો, આમ કરવાથી ચોખા ફોનના ભેજને શોષી લેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment