આપ સૌ કોઈ ગુજરાતમાં આવેલું સારંગપુર ધામ મંદિર વિશે જાણતા હોઈશું કે જ્યાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે. તેમને ખૂબ જ આસ્થા અને પ્રેમથી દર્શન કરવામાં આવે તો તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવા સારંગપુર વાળા દાદા હંમેશા ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ત્યારે વાત કરીએ, તો લોકો વિવિધ પ્લેટફોર્મ ના માધ્યમથી કે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી અવનવું જાણવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવી જ વાત કરવા જઈ રહ્યા છે કે એક નાનકડા બાળકનો ટેલેન્ટ જોઈને મોટા લોકો પણ શરમ અનુભવશે.
એક નાનકડો બાળક કે જે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત થયો છે. એ બીજું કોઈ નહીં પરંતુ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર સાળંગપુર ધામ કે જ્યાં આ બાળક રહે છે. બાળક વિશે વિસ્તૃતમાં વાત કરે આ બાળકના માતા પિતા કોણ છે? શું કરે છે? તે જાણીએ તો આ બાળકનું નામ આર્યન ભગત મહેન્દ્રભાઈ ધરજીયા છે, અને તેનું વતન બોટાદ જિલ્લાની અંદર આવેલા ગઢડા તાલુકાના ગોરડકા ગામનો છે. તેમના પિતાનું નામ મહેન્દ્રભાઈ છે. જેઓ હીરાનો વ્યવસાય કરે છે. અને તેમની માતા ઘરકામ કરે છે. આર્યન હાય કે જી માં જેમાં અભ્યાસ કરે છે.
હાલ તો તે ગુજરાતની અંદર સોશીયલ મીડીયા ના માધ્યમ દ્વારા ઘરે-ઘરે પ્રસિદ્ધ થયો છે. તેમની વાતો સાંભળી લોકો ખુશખુશાલ થઈ જાય છે અને આર્યન ભગત લોકોના દિલ જીતી લેશે. આ બાળકને આર્યન ભગત તરીકે ઓળખવામાં આવે છે. તેની અવનવી વાતો અને ભજન કીર્તન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.
જ્યારે તેને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તું આવા અવનવી વાતો અને કિર્તનો કોની પાસેથી શીખે છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે મારા ગુરુ હરિ પ્રકાશ સ્વામી પાસેથી હુ ભજન કીર્તન શીખું છું અને ગુરુ હરિ પ્રકાશ સ્વામી ના વિડીયો અને પ્રવચન સોશિયલ મીડિયા દ્વારા સાંભળું છું. અને તેમાંથી જ્ઞાન મેળવું છું આ ઉપરાંત આર્યન ભગત હંમેશા સારંગપુર મંદિર માં હોય છે, અને ત્યાં રહીને અવનવા ભજનને કીર્તન શીખે છે.
આર્યન ભગતે વધુમાં જણાવ્યું કે બીજા ભગત એટલે કે નીલું ભગત અને શાસ્ત્રી સ્વામી પણ ઘણું બધું જ્ઞાન આપે છે, એની પાસેથી પણ શીખું છું, અને એને કહ્યું કે એક બે વાર કીર્તન સાંભળવું તો મને યાદ રહી જાય છે. અને આર્યન ભગત હંમેશા તેમનાં ગુરુ એવા હરિ પ્રકાશ સ્વામી દરેક પ્રવચનની અંદર જોવા મળશે અને હરિ પ્રકાશ સ્વામી આર્યન ભગતને પાંચથી દસ મિનિટ માટે બોલવાનો મોકો આપે છે.
અને આર્યન ભગતની મીઠી વાતો સાંભળીને લોકોના દિલ જીતી લેવાય છે.ત્યારે બાળક વિશે વધુ વાત કરીએ તો હાલ તે અભ્યાસ કરે છે. ત્યારે તેને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તું જ્યારે સ્કૂલે જાય છે. ત્યારે બીજા બાળકો તારા વખાણ કરતા હશે ત્યારે આર્યને જવાબ આપતા કહ્યું કે હું જ્યારે સ્કુલે જાઉં છું.
ત્યારે હું મારા સાહેબને પણ ભણાવતો હોય એવું લાગે છે અને બીજા બાળકો પણ મારા વખાણ કરે છે. વધુ મહત્વ આર્યન ભગતના કીર્તન અને ધૂન લોકો સાંભળે ત્યારે તેની વાહવાહ કરે છે, અને પાંચ વર્ષના નાના બાળક નું ટેલેન્ટ જોઈને સૌ કોઈ દિલ જીતી લે તેમ લાગી રહ્યું છે. તમે પણ આ આર્યન ભગત ની મીઠી વાણી અને ભજન કીર્તન સાંભળવાનું ચૂકશો નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment