અમદાવાદના કોટ વિસ્તારમાં વાંદરાઓનો ધમાલ મસ્તી ખૂબ જ વધી ગઈ છે. અમદાવાદના માણેકચોક, રીલીફ રોડ, ઘી કાટા અને ખાડીયા વિસ્તારના સહિત વાંદરાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. છેલ્લા
10 દિવસમાં 18 લોકોને વાંદરાઓએ પરેશાન કર્યા છે.
આજરોજ માણેકચોક પર વધુ બે લોકોને વાંદરાઓએ પરેશાન કર્યા છે. વાંદરાઓની આ હેરાનગતિના કારણે લોકો ઘરની બહાર નથી નીકળતા. વન વિભાગની ટીમ દ્વારા વાંદરાઓની ટ્રેક કરવામાં 7માં દિવસે પણ નિષ્ફળ રહી છે તેના કારણે લોકો રોષે ભરાયા છે.
જો તમે શહેરમાં ગ્રીનરી ઘટતા વાંદરાઓ કોટ વિસ્તારમાં પ્રવેશી ગયા છે. અને વધુ સમય ખોરાક માટે રહેઠાણ વિસ્તારમાં જ રહે છે. પરંતુ આ વાંદરાઓ ની ટીમ કોટ વિસ્તારના લોકોને સતત પરેશાન કરી રહી છે.
સ્થાનિકો દ્વારા વનવિભાગને અનેક વખત આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ વનવિભાગ વાંદરાને પકડવા ની જગ્યાએ માત્ર ચેકિંગ કરી કામનો સંતોષ માની રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓની માંગ છે કે વનવિભાગ દ્વારા વાંદરાઓને જલ્દીથી પકડવામાં આવે અને જો વાંદરાઓને પકડવામાં નહીં આવે તો અહીં રહેતા લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment