પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો તમારા શહેર નો ભાવ…

Published on: 9:35 am, Thu, 15 July 21

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે સામાન્ય જનતા પડી છે. જ્યારે આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર 15 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 8 ટકા વધારો કરવામાં આવ્યો છે.

તેના કારણે મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ને પાર પહોંચી ગઈ છે. દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.54 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.54 રૂપિયા નોંધાયો છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.33 રૂપિયા નોંધાયો છે. કોલકાતામાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 101.74 રૂપિયા નોંધાયો છે.

ડિઝલના ભાવની વાત કરે તો ડીઝલનો ભાવ પણ ટૂંક સમયમાં સો રૂપિયાને પાર પહોંચી જશે. દિલ્હીમાં ડીઝલનો પ્રતિ લીટર ભાવ 89.87 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં ડીઝલનો પ્રતિ લીટર ભાવ 97.45 રૂપિયા નોંધાયો છે. ચેન્નઈમાં ડીઝલનો પ્રતિ લીટર ભાવ 94.39 રૂપિયા નોંધાયો છે.

કોલકાતામાં ડીઝલનો પ્રતિ લીટર ભાવ 93.02 રૂપિયા નોંધાયો છે. જૂન મહિનામાં પેટ્રોલનો ભાવ 16 વખત વધતા 4.32 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો. ત્યારે જુલાઈ મહિનામાં 8 પેટ્રોલનો ભાવ વધી ચૂક્યો છે.

પેટ્રોલની કિંમતમાં 60% સેન્ટ્રલ એકસાઇઝ અને રાજ્યોના ટેક્સ લાગે છે ત્યારે ડીઝલની કિંમતમાં 54% ટેક્સ લાગે છે. પેટ્રોલની કિંમતમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી 32.90 રૂપિયા પ્રતિ લીટર લાગે છે અને ડીઝલની કિંમતમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી 31.80 રૂપિયા પ્રતિ લીટર લાગે છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ નો નવો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય બીજી વસ્તુઓ ઉમેરાતા તેનો ભાવ બે ગણો થઈ જાય છે.

ઉપરાંત વિદેશી મુદ્રા દરો ની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેના પરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. ઘરે બેઠા બેઠા પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો હોય તો SMS દ્વારા જાણી શકો છો. સૌપ્રથમ ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમે RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.

HPCL ના ગ્રાહકોને HPprice લખીને 9222201122 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. આ ઉપરાંત BPCL ના ગ્રાહકોને RSP લખીને 9223112222 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ તમે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો તમારા શહેર નો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*