સાળંગપુર કષ્ટભંજન દેવનો આ રહસ્યમય ઈતિહાસ તમે પણ નહીં જાણતા હોય, કષ્ટભંજન દેવને માનતા હોય તો જરૂર વાંચજો…

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ખરા ધર્મ થી ખરી સંસ્કૃતિથી આજના યુવાન ક્યાંક વિમુખ થતો જાય છે ત્યારે વિવિધ પ્લેટફોર્મના મારફતે વિવિધ મંદિરોના ઈતિહાસથી માહિતી અવગત કરવાના પ્રયત્નો કરતા હોય છે. વર્ષો એક નાનકડા એવા ગામમાં ભગવાન સ્વામીનારાયણના અનુયાયીઓ ગોપાળાનંદ સ્વામી નિર્મિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આજે દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા પામી છે. જે મંદિર ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું છે.

શ્રી કષ્ટભંજન હનુમાનજી દેવનું આ મંદિર આજે ખૂબ પ્રખ્યાત છે ત્યારે આપણે એના આધ્યાત્મિક જીવનની વાત કરીએ ત્યારે જાણીશું કે શા માટે આ મંદિરનું નામ કષ્ટભંજન હનુમાનજી રાખવામાં આવ્યો તેની પાછળનો ઇતિહાસ એવો છે કે સ્વામિનારાયણ ભગવાન ગામમાં બહુ રહેતા એ ગામમાં એક જ દરબાર જીવા ખાચર પણ હતા જેવો ભગવાનની પૂજા અને ભક્તિ ખૂબ જ કરતા હતા.

ત્યારે આ ગામમાં વર્ષો પહેલા ખૂબ જ દુકાળ પડયો હતો જે દુકાન લગભગ ત્રણ વર્ષ સુધી ચાલ્યો અહીંના ગામલોકો ખુબ જ હેરાન થઈ ગયા હતા ત્યારે ગામના એક દરબાર વાઘા ખાચર સ્વામિનારાયણના સંત ગોપાળાનંદ સ્વામી ને મળવા બોટાદ ગયા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચર ખૂબ જ દુઃખી હોય તેમ લાગ્યું ત્યારે તેમણે તેમને પુછતાં કહ્યું કે કેમ આટલો દુઃખી છે.

ત્યારે વાઘા ખાચર એ કહ્યું કે અમારા ગામમાં ત્રણ વર્ષથી એવો દુકાળ પડી રહ્યો છે કે ગામના લોકો ની પરિસ્થિતિ કથળી છે એવું સાંભળીને ગોપાળાનંદ સ્વામી વાઘા ખાચર ના ગામની મુલાકાતે ગયા. આપણે જે હનુમાનજીના દર્શન કરીએ છીએ તેની પહેલાં ત્યાં પાળિયાઓ હતા તેમાંથી સૌથી મોટો પથ્થર હતો.

તે હાલમાં જે કષ્ટભંજન દેવની મૂર્તિ છે એ જ પથ્થર હતો ત્યારે વાઘા ખાચરે એ મોટા પથ્થર પર હાથ રાખીને કહ્યું હતું કે સ્વામી આ અમારા બાપા ના બાપા છે ત્યારે સ્વામીએ કહ્યું હતું કે આપણે આ જ પથ્થરને હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આખી તેની પૂજા એવું કંઈક કરીએ તો.

ત્યારબાદ સ્વામીએ ગામમાંથી એક કાના કડિયાને બોલાવીને કહ્યું કે આ પથ્થરમાંથી મસ્ત હનુમાનજીની મૂર્તિ બનાવ ત્યારે કડિયા એ કહ્યું કે હું કેવી રીતે બનાવી શકો ત્યારે સ્વામીએ તેના બંને હાથ તે ક્રિયા પર મૂકીને કહ્યું કે જા તારાથી આ મૂર્તિ સરસ બનશે. ગોપાળાનંદ સ્વામી પોતે આ હનુમાનજીની મૂર્તિને કાગળ પર ચીતરી અને કરી અને આ મૂર્તિ તૈયાર કરવાનું કહ્યું. મૂર્તિ બનાવતા લગભગ સાડાપાંચ મહિના જેવું થયું.

અને 1806 ને આસો વદ પાંચમના દિવસે આ મંદિરની સ્થાપના થઈ. આ જોઈને સ્વામિનારાયણ ભગવાનને ખુદ એવું વરદાન આપ્યું કે અહીં જે હનુમાનજી મહારાજ બેસાડાશે એ જીવ પ્રાણી માત્રના કરશે તેથી જ આ મંદિરનું નામ કષ્ટભંજન હનુમાનજી મંદિર રાખવામાં આવ્યું છે. અહીં લોકો દૂર-દૂરથી પોતાના દુઃખ દૂર કરવા માટે હનુમાનજી મંદિરના દર્શનાર્થે આવતા હોય છે અને પોતાના દુઃખ દૂર કરે છે અને સુખ લઈને પરત ફરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*