મોંઘવારીની મહામારી : ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં થયો આટલો વધારો – જાણો કપાસિયા અને સિંગતેલના ભાવ…

Published on: 10:30 am, Sat, 26 March 22

ગુજરાતમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવના સાથે ખાદ્યતેલના ભાવ પણ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. ગઈકાલે ખાદ્યતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. આજે સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કપાસિયા તેલના ભાવમાં પણ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ફક્ત બે દિવસમાં કપાસિયા અને સિંગતેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થતાં ગૃહણીઓ ટેન્શનમાં મુકાઈ ગઈ છે.

આજરોજ સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થતાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2630 રૂપિયા નોંધાયો છે. કપાસિયાતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થતાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2580 રૂપિયા નોંધાયો છે. સતત ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતા ભારે મૂંઝવણમાં મુકાય છે.

ખાદ્યતેલના ભાવમાં છેલ્લા છ મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 60 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. હજુ પણ આગામી સમયમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. ગઈકાલે કપાસિયાના અને સિંગતેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ત્યારે આજે કપાસિયા અને સિંગતેલના ભાવમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા પાંચ દિવસમાં ચાર વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોંઘવારીની મહામારી : ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં થયો આટલો વધારો – જાણો કપાસિયા અને સિંગતેલના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*