નવરાત્રીના દિવસોમાં આ 4 વસ્તુ ઘરમાં લાવશો તો, માતાજી તમારા ઉપર હંમેશા માટે પ્રસન્ન રહેશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે…

Published on: 10:48 am, Tue, 27 September 22

ગઈકાલે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમીયા હતા. આજે નવરાત્રી નો બીજો દિવસ છે અને આ દિવસે માં બ્રહ્મચરિણીની આરાધના કરવામાં આવે છે. માતાજી દુર્ગાના સ્વરૂપોમાં માં બ્રહ્મચરિણીને બ્રહ્મચર્ય અને તપનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં માતાજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તેમના દુઃખો દૂર કરે છે. જો તમે નવરાત્રિના દિવસોમાં અમુક વસ્તુ ઘરે લાવશો, તો માતાજીના આશીર્વાદ તમારા ઉપર સદાય માટે રહેશે. જો તમે પણ નવરાત્રીના દિવસોમાં માતાજીને પ્રસન્ન કરવા માંગો છો, તો આ વસ્તુઓ ઘરે અવશ્ય લાવજો.

1. મોર પંખ 

મિત્રો માન્યતા અનુસાર, નવરાત્રિના દિવસોમાં ઘરમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, નવરાત્રિના દિવસોમાં જો ઘરમાં મોરપંખ લાવીએ તો ઘરના વાસ્તુદોષ દૂર થાય છે અને તેની પૂજા કર્યા બાદ બાળકોના રૂમમાં મોરપંખ રાખવામાં આવે તો બાળકોનું ભણતરમાં ધ્યાન રહે છે.

2. તુલસીનો છોડ 

મિત્રો તમને બધાને ખબર હશે કે સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ હોય છે. પછી ભગવાનનો ભોગ હોય કે ચરણામૃત હોય, દરેક પ્રસાદમાં તુલસીના પત્તાને શુભ જણાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, નવરાત્રિના દિવસોમાં તુલસીના છોડને ઘરે લાવીને જો તેને વાવવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ રહે છે.

3. શંખપુષ્પીનું મુળ 

માન્યતા અનુસાર નવરાત્રિના શરૂઆતના દિવસોમાં શંખપુષ્પીનું મુળ લાવીને તેને ચાંદીના ડબામાં રાખીને ડબ્બાને તેજોરીમાં રાખવામાં આવે તો ધન અને ધન્યાની પ્રાપ્તિ થાય છે.

4. સફેદ વસ્તુઓ 

માન્યતા અનુસાર, નવરાત્રિના શરૂઆતના દિવસોમાં ઘરમાં જો સફેદ વસ્તુ લાવવામાં આવે તો ઘરમાં સુખ આવે છે. સફેદ વસ્તુમાં મીઠાઈ, દૂધ, સફેદ કપડા, ચોખા વગેરે પણ હોઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નવરાત્રીના દિવસોમાં આ 4 વસ્તુ ઘરમાં લાવશો તો, માતાજી તમારા ઉપર હંમેશા માટે પ્રસન્ન રહેશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે…"

Leave a comment

Your email address will not be published.


*