ગુજરાત સરકારે માર્ગ મરામત મહા અભિયાન શરૂ કર્યું છે. જનતા પાસે રોડ ને લઈને સમસ્યાઓ માટે વિગતો મગાવી છે.1 થી 10 સપ્ટેમ્બર સુધી આ માર્ગ મરામત અભિયાન ચાલશે. ગુજરાતની ભુપેન્દ્ર સરકાર એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહી છે. તમામ મંત્રી પણ પોત પોતાના ખાતે ફળવાયેલા મંત્રાલયમાં સારામાં સારા કામ થાય તે માટે મથી રહા છે.
ગુજરાતમાં છેલ્લા 15 દિવસ માં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરથી માંડીને ગામડાના રસ્તા ખખડધજ હાલતમાં થઈ ગયા છે જેને રિપેર કરવા ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.
આવતા અઠવાડિયાથી ગુજરાત સરકાર માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે.ગુજરાતભરમા 1 થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહા અભિયાન ચાલશે જેમાં નાના રસ્તાથી માંડીને મોટા હાઇવે પર વરસાદને કારણે પડેલા ખાડાઓને થિંગડા મારવામાં આવશે એટલે કે મોટા પાયે રીપેરીંગ કરવામાં આવશે.
આ માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો નુસખો અપનાવામાં આવ્યો છે. જેમાં ઓનલાઇન તમારી પાસે આસપાસના ખરાબ રસ્તા જે રિપેર કરવા લાયક હોય તેની વિગત સરકારે આપેલા whatsapp નંબર પર જાણી વિભાગે બહાર પાડેલા ઈમેલ એડ્રેસ પર માગેલી તમામ વિગતો સાચી ફોટા સાથે ભરવાની રહેશે. જેથી થોડાક જ દિવસમાં રોડ રિપેર થઈ જાય.
રોડ મરામત માટે 99784 03669 whatsapp નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમારું નામ અને મોબાઈલ નંબર મોકલવાનો રહેશે. મરામત વાળી જગ્યા નું પૂરું સરનામું આપવું પડશે, ગામનું નામ, તાલુકો અને જિલ્લાનું નામ પણ આપવું પડશે અને સાથે પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment