અમદાવાદમાં બંધ બારણે અભિનેતા સોનુ સૂદે AAP ના કાર્યકરો સાથે કરી બેઠક,જાણો શું સૂચવે છે આ બંધ બારણે ની આ બેઠક

Published on: 10:58 am, Thu, 23 September 21

અભિનેતા સોનુ સૂદ ગુજરાતમાં જોવા મળ્યા છે. સોનુ સૂદ ગુજરાતમાં હવે સક્રિય થયાના અહેવાલો આવી રહ્યા છે. મળેલી માહિતી અનુસાર સોનુ સૂદ ગઈકાલે એટલે કે 22 સપ્ટેમ્બર અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ખાનગી બેઠક કરી હતી.બપોર થી અમદાવાદની ખાનગી હોટલ માં બંધબારણે ચર્ચા ચાલી રહી હતી.

માહિતી અનુસાર અભિનેતા સોનુ સૂદ ગુજરાતમાં એક હોટલમાં જોવા મળ્યા છે. ગુજરાતમાં પણ કામગીરી કરવા સોનુએ તૈયારી દર્શાવી છે. તેમને કેટલાક ઉદ્યોગકારો સાથે પણ બેઠક કરી છે. આપને જણાવી દઇએ કે સોનુ સુદ ને દિલ્હી સરકારે બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યો છે.

ગુજરાતમાં કામગીરી કરવા સોનુ એ તૈયારી દર્શાવી હતી.હવે આ બેઠક બાદ સોનુની રાજનીતિમાં સક્રિય થવાની ચર્ચાઓ તેજ બની છે. આપને જણાવી દઇએ કે અભિનેતા સોનુ સૂદ થોડા દિવસ પહેલા દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યો હતો અને દિલ્હીમાં દેશ કે મેન્ટસ પ્રોગ્રામ માં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.

તાજેતરમાં મહામારીમાં લોકોની મદદ કરીને મસિહા બનેલા સોનુ સૂદ ના ઘરે ઈનકમ ટેક્સના દરોડા પાડયા હતા.અહેવાલ હતા કે સોનુ સુદે ટેક્સ ચોરી કરી છે અને તેના કેટલા પુરાવા મળ્યા છે તેમજ ઈન્કમટેક્ષ વિભાગના દાવા પ્રમાણે 20 કરોડથી વધુની રકમની કર ચોરી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં બંધ બારણે અભિનેતા સોનુ સૂદે AAP ના કાર્યકરો સાથે કરી બેઠક,જાણો શું સૂચવે છે આ બંધ બારણે ની આ બેઠક"

Leave a comment

Your email address will not be published.


*