દહેજ માં 3 લાખ રૂપિયા ન મળતા પતિએ પોતાની પત્નીને પીવડાવ્યું એસિડ, પછી થયું એવું કે…

આજકાલ દિવસેને દિવસે અવારનવાર ઘટનાઓ બની રહી છે ત્યારે મધ્યપ્રદેશની આ ઘટના સાંભળીને તમે દંગ થઇ જશે. મળતા અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશનાં ડબરામાં ત્રણ લાખ રૂપિયા માટે પોતાની પત્નીને એસિડ પીવડાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ખૂબ જ પહેલાની છે.

પત્નીની સારવાર 54 દિવસથી હોસ્પિટલમાં ચાલતી હતી પરંતુ ગુરૂવારના રોજ પત્નીએ દિલ્હીમાં જીવ ગુમાવ્યો છે. આ ઘટનાનો ભોગ બનેલી મહિલા પોતે જીવતો ન રહે પોતાના પર બનેલી ઘટના નો અંતિમ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

તેમાં તેના પતિને ન છોડવાની વાત પણ કરવામાં આવી હતી. મહિલાએ પોતાના જીવનના છેલ્લા શણમાં કહ્યું કે મને મારા પતિ, નણંદ, જેઠ, સાસુ અને જેઠાણીએ મળીને એસિડ પીવડાવ્યું હતું.

તે લોકો તો મને છોડીને ચાલ્યા ગયા છે પરંતુ તમે ન છોડતાં તેમને. આ સમગ્ર ઘટના નો વિડીયો બનાવ્યા બાદ તેનું ચાર કલાક બાદ મૃત્યુ થઈ જાય છે.

મૃત્યુ પામેલી યુવતીનું નામ શાશી હતું. મળતા અહેવાલ મુજબ તેનો પતિ તેની પાસે ત્રણ લાખ રૂપિયા માંગી રહ્યો હતો. ત્યાર બાદ માત્ર ત્રણ લાખ રૂપિયા માટે એના પતિએ તેની એસિડ પીવડાવી દીધું.

એસીડ ના કારણે મહિલાની પેટની અંદરની તમામ સિસ્ટમ ડૅમેજ થઈ ગઈ હતી. આ ઉપરાંત મૃત્યુ પામતી યુવતીના ભાઈએ જણાવ્યું કે ડોક્ટર દ્વારા તેને સાજી કરવાની સતત કોશિશ તો ચાલી રહી હતી અને તેની સારવાર માટે અમે જમીન વેચીને તમામ પૈસો સારવારમાં લગાવી દીધા છે. પરંતુ તે ગુરૂવારના રોજ મૃત્યુ પામી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*