પતિએ રાત્રે બધાને આઈસ્ક્રીમ ખવડાવે, ત્યારબાદ પોતાની પત્ની અને દીકરાનો જીવ લઈ લીધો અને પોતે પણ ગળાફાંસો ખાઇ લીધો… જાણો સમગ્ર ઘટના…

થોડા દિવસ પહેલા એક પતિએ પોતાની પત્ની અને પુત્રનો જીવ લઇ લીધો હતો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. સુસાઇડ નોટના આધારે એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે પતિ જમીનના કોઈ મામલાના કારણે તણાવમાં રહેતો હતો. જેના કારણે તેને આ પગલું ભર્યું હશે.

સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલા વ્યક્તિના પિતાએ જણાવ્યું કે, દરરોજની જેમ મારો દીકરો દુકાને ગયો હતો. પરિવારમાં બધું બરોબર ચાલતું હતું. રાત્રે નવ વાગ્યાની આસપાસ તે બધાના માટે આઈસ્ક્રીમ લઈને ઘરે આવ્યો હતો. અમે બધાએ આઇસક્રીમ ખાધો અને ત્યારબાદ પોતાની રૂમમાં જતા રહ્યા હતા. મળતી માહિતી અનુસાર મોટો પુત્ર દાદા સાથે સૂતો હતો.

ત્યારે રાત્રે મોટા પુત્રને પણ માતા-પિતા ઉપર સુવા માટે લઈ ગયા હતા. દાદાએ જણાવ્યું કે બીજા દિવસે હું જ્યારે સવારે છ વાગે ઉઠ્યો ત્યારે નાના પુત્ર રડવાનો અવાજ આવતો હતો. ત્યારે મેં તેને નીચે આવવાનું કહ્યું હતું. ત્યારબાદ ઉપર જઈને જોયું ત્યારે મારો દીકરો ગળાફાંસો ખાધેલી હાલતમાં હતો. પુત્રવધુ અને મોટા પૌત્રનું મૃતદેહ જમીન પર પડેલું હતું. અને નાનો પુત્ર પૌત્ર રહ્યો હતો.

મૃત્યુ પામેલા વ્યક્તિના પિતાએ કહ્યું કે, મારા દીકરાએ કઈ પરિસ્થિતિમાં આ પગલું ભર્યું એ હું પણ નથી સમજી શકતો. પિતાએ કહ્યું કે, દુકાન પણ સારી ચાલતી હતી અને દેવાની કોઈ વાત જ ન હતી. પરિવારમાં બધું સારું હતું અને થોડાક મહિના પહેલા મારા દીકરાએ કાર પણ લીધી હતી. એક જમીનનો કેસ ચાલતો હતો. પરંતુ તેમાં એવી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન હતી.

આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર હતી એ સૌ પ્રથમ પોતાની પત્ની અને મોટા દીકરા નો જીવ લઈ લીધો અને ત્યારબાદ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું

. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પત્ની અને મોટા દીકરાના ગળા પર દોરડાના નિશાન મળ્યા હતા. પત્ની અને દીકરાનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોસમોટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે કે, પત્ની અને દીકરાનું ગળુ દબાવીને જીવ લઈ લેવામાં આવ્યો છે અથવા તો ઝેરી દવાના કારણે બંનેનું મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*