વલસાડમાં રોડના કિનારે ઉભેલા પતિ-પત્નીને યમદૂત બનેલી ક્રેને કચડી નાખ્યા, પતિની નજર સામે પત્નીનું મોત… જુઓ લાઈવ મોતનો વિડીયો…

વલસાડમાં બનેલી એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે પત્નીનું મોત થયું છે. અકસ્માતની ઘટનાના એક હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં રોડના કિનારે મોપેડ લઈને ઉભેલા પતિ-પત્ની સાથે કંઈક એવું બન્યું કે પરિવારના સભ્યોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. પતિ-પત્ની મોપેડ બાઈક પર રોડના કિનારે ઉભા હતા.

ત્યારે પાછળથી યમદૂત બનીને આવેલી ક્રેને બંનેને અડફેટેમાં લીધા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની ઘટના વલસાડમાં ધરમપુર ચોકડી પાસે બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 ની મદદથી ઈજાગ્રસ્ત થયેલા પતિ-પત્નીને સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બાદ ક્રેન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ધરમપુર ચોકડી પાસે પતિ-પત્ની કોઈ કારણસર રસ્તાની સાઈડમાં મોપેડ બાઈક લઈને ઉભા હતા.

આ દરમિયાન પાછળથી આવતી ક્રેને બંનેને કચડી નાખ્યા હતા. વિગતવાર વાત કરીએ તો વલસાડ તાલુકાના ધરાસણા ખાતે રહેતા રામુભાઈ ગોપાલાભાઈ પટેલ તેમની પત્ની પ્રવિણાબેન સાથે મોપેડ લઈને ગાડરીયા ખાતે બહેનના સાસુને મળવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં કોઈ કામ હોવાના કારણે તેઓ ધરમપુર ચોકડી પાસે રસ્તાના કિનારે ઉભા હતા. ત્યારે અચાનક જ પાછળથી આવતી ક્રેને તેમને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં રામુભાઇ અને તેમના પત્ની પ્રવિણાબેન બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં ક્રેન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રવિણાબેન મોત થયું હતું. હાલમાં રામુભાઈની સારવાર ચાલુ છે. પ્રવિણાબેનનું મોત તથા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને ઇજાગ્રસ્ત થયેલા રામુભાઈના નાનાભાઈ પરેશભાઈ પટેલે વલસાડ સીટી પોલીસ મથકમાં ગયેલ ચાલક વિરોધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધણીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*