ગુલાબ બાદ શાહીન વાવાઝોડું થયું સક્રિય,જાણો કઈ તારીખે અને કઈ જગ્યાએ આવશે વાવાઝોડું

બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ગુલાબ વાવાઝોડું આજ રાત સુધીમાં ગુજરાત ઉપર પહોંચી જશે.જ્યારે ગુજરાત ઉપર પહોંચે ત્યારે ડિપ્રેશનમાં હોઈ શકે છે.ગુલાબ વાવાઝોડાના કારણે ગુજરાતમાં 29-30 તારીખના અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જોકે ગુલાબ વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી ત્યાં બીજા શાહિદ વાવાઝોડાનું સંકટ દેખાઈ રહ્યું છે.બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને આવેલું ગુલાબ વાવાઝોડું ગુજરાત પરથી જ્યારે અરબી સમુદ્રમાં જશે ત્યારે ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનના ફોર્મ હશે જે ફરીથી મોટું બનશે અને એક વાવાઝોડાનું સ્વરૂપ લેશે.

જેમનું નામ શાહીન વાવાઝોડું આપવામાં આવશે.આ વાવાઝોડું ગુજરાત નજીક અરબી સમુદ્રમાં તૈયાર થશે.1 લી ઓક્ટોબરના રોજ શાહીન વાવાઝોડુ અરબી સમુદ્રમાં સક્રિય બનશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર અને કચ્છના અખાત વચ્ચે ગુલાબ વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે

અને વધારે મજબૂત બની શાહીન વાવાઝોડું બનશે એટલે કે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું સક્રિય થશે. કચ્છના અખાત પાસે અરબી સમુદ્રમાં વાવાઝોડુ બન્યા બાદ ધીમે ધીમે ઓમાન દેશ તરફ આગળ વધશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*