અમદાવાદીઓ થઇ જજો સાવધાન! તમને ચોંકાવી દે તેવી હવામાન વિભાગે કરી આગાહી,જ્યા હોવ ત્યાંથી ઘરે પહોંચી જાવ

Published on: 10:10 am, Wed, 29 September 21

હાલમાં ગુજરાતમાં હવામાન તોફાની બન્યું છે.ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં કાલે વરસાદ પડ્યો છે. મધ્યમથી ભારે વરસાદના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે. જોકે અંબાલાલ પટેલ દ્વારા હજી પણ 10 તારીખ સુધી વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં વરસાદ યથાવત રહેશે. તમામ વિસ્તારોમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં 1-10 ઇંચ વરસાદની શક્યતા પણ છે. જેથી સરકાર દ્વારા સંબંધિત જિલ્લા અને જિલ્લા અધિકારીઓના તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે.કચ્છમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.હાલમાં સાયકલોન અંગે કોઈ ખતરો નથી.હાલ ડિપ્રેશન છે અને છ કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. 30 સપ્ટેમ્બરે નોર્થ ઈસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્ભવશે તેવી પણ આંશકા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદીઓ થઇ જજો સાવધાન! તમને ચોંકાવી દે તેવી હવામાન વિભાગે કરી આગાહી,જ્યા હોવ ત્યાંથી ઘરે પહોંચી જાવ"

Leave a comment

Your email address will not be published.


*