હમ તો ડુબેગે તુજકો લેકર સનમ…! નદીમાં પડી ગયેલા ટ્રકને ઉપાડવાના પ્રયાસમાં ક્રેન પણ નદીમાં પડી – વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 3:15 pm, Fri, 5 August 22

તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઘણા વિડીયો તમને હસાવી દેતા હોય છે અથવા તો ઘણા વિડિયો તમને ભાવુક કરી દેતા હોય છે. અને ઘણા એવા પણ વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણો પણ શ્વાસ અધ્ધર થઈ જતો હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ વિડીયો ઓડિશાના તાલચેર શહેરનો છે. જેમાં નદીમાં પડી ગયેલા ટ્રકને ઉપાડવાના પ્રયાસમાં ક્રેન પણ નદીમાં પડે છે. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મળતા અહેવાલ મુજબ રવિવારના રોજ પાણીમાં પડી ગયેલા ટ્રકને ઉપાડવા માટે બે ક્રેન કામ પર લાગી હતી. ખૂબ જ કાળજીપૂર્વક ટ્રકને ઉપાડવામાં આવ્યો હતો. ત્યારે અચાનક એક ક્રેનનો કેબલ તૂટી ગયો હતો. જેના કારણે ટ્રકનો સંપૂર્ણ ભાર બીજી ક્રેન ઉપર આવી ગયો હતો.

જેના કારણે પુલની ઉપર ઉભેલી ક્રેન પાણીમાં ખાબકી હતી. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે ટ્રકની પાણીમાંથી બહાર કાઢતી વખતે એક ક્રેન ટ્રકની સાથે પાણીમાં ખાબકે છે.

શું બંને ક્રેન રખને ઉપાડવામાં સક્ષમ ન હતી.ક્રેન જ્યારે પાણીમાં પડી ત્યારે તેની અંદર ડ્રાઇવર હાજર હતો. પરંતુ ડ્રાઇવર કરીને તાત્કાલિક પાણીમાંથી બહાર નીકળી જાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી.

ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો youtube ઉપર essance world નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો બીજા અન્ય ઘણા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હમ તો ડુબેગે તુજકો લેકર સનમ…! નદીમાં પડી ગયેલા ટ્રકને ઉપાડવાના પ્રયાસમાં ક્રેન પણ નદીમાં પડી – વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*