રામ મંદિરના મુખ્ય પૂજારી ને કેટલો મળે છે પગાર? જાણો કોણ છે પૂજારી અને તેમના પગાર વિશે…

Published on: 11:29 am, Mon, 5 February 24

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નો ઐતિહાસિક મહોત્સવ નો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ યોજાયો હતો અને મંદિરના મુખ્ય પૂજારી તરીકે આચાર્ય સત્યેન્દ્ર દાસ સેવા આપી રહ્યા છે અને મિત્રો આપને જણાવી દઈએ કે 83 વર્ષે આચાર્ય સતેન્દ્ર દાસ લગભગ 31 વર્ષથી મંદિરના મુખ્ય પૂજારીનું પદ સંભાળી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે તેઓ 31 વર્ષથી ભગવાન શ્રીરામના રામ મંદિરની પૂજા કરી રહ્યા છે અને ફેબ્રુઆરી 1992માં જ્યારે રામ જન્મભૂમિ વિવાદિત સ્થળ હોવાના કારણે તેમની જવાબદારી જિલ્લા પ્રશાસનને સોંપવામાં આવી ત્યારે જુના પૂજારી મહંત લાલદાસને હટાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી

ત્યારે સત્યેન્દ્ર દાસે મીડિયા માં આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમની નિમણૂક એક માર્ચ 1992 ના રોજ ભાજપના તત્કાલીન સાંસદ વિનય કટિયાર અને વિશ્વ હિન્દુ પરિષદના તત્કાલીન વડા અશોક સિંધલ સહિત કેટલાક નેતાઓની સંમતિથી કરવામાં આવી હતી.તેઓએ 1975 માં અયોધ્યા ની સંસ્કૃત પાઠશાળામાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી

અને તેઓ 1976 માં તેમને અયોધ્યાની સંસ્કૃત કોલેજમાં વ્યાકરણ વિભાગમાં સહાયક શિક્ષકની નોકરી મળી હતી તેમનો પગાર ત્યારે દર મહિને 1992 ની સાલમાં સો રૂપિયા હતો.2018 સુધી તેમને માત્ર 15000 માસિક માનદ વેતન મળતું હતું

અને ચાર સહાયક પૂજારીનું વેતન 8940 થી વધારીને 20,000 રૂપિયા કરવામાં આવ્યો હતો. કોઠારી અને ભંડારી નો પગાર 8000 થી વધારીને 15000 રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે નાની મોટી સેવા આપનાર નું વેતન 8870 થી 15000 રૂપિયા કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રામ મંદિરના મુખ્ય પૂજારી ને કેટલો મળે છે પગાર? જાણો કોણ છે પૂજારી અને તેમના પગાર વિશે…"

Leave a comment

Your email address will not be published.


*