ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યું છે. ક્યારે આ પરિસ્થિતિ વચ્ચે આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે મોટું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે.
અમિત શાહે કોંગ્રેસને પૂછ્યું કે આખરે કોંગ્રેસે ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા કેમ ન આપ્યા?કૃષિ કાયદા મુદ્દે ફરીથી તેમણે કહું કે નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે.તેમને કહ્યુ કે હુ કોંગ્રેસના નેતાઓને પૂછવા માગું છું.
જે ખેડૂતોના પક્ષમાં વાત કરી રહ્યા છે તમે ખેડૂતોને 6000 રૂપિયા કેમ ન આપીયા જ્યારે તમે તો સત્તા હતા.અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોનું કલ્યાણ કરવા માટે કટિબદ્ધ છે. ત્રણ કૃષિ કાયદાથી ખેડૂતોની આવકમાં વધારો થવાનો છે.
અને હવે તો ખેડૂતો દેશ અને દુનિયામાં કોઈપણ જગ્યાએ પાક વેચી શકશે. તેમને કહ્યું કે ભારત સરકારની પ્રાથમિકતા છે કે ખેડૂતોની આવક વધારવામાં આવે.નોંધનીય છે કે કૃષિ કાયદાના વિરોધમાં અત્યારે પણ આંદોલન ચાલી રહ્યું છે.એક તરફ જ્યાં સરકાર અને ખેડૂત અગ્રણી વચ્ચે.
વાતચીત ચાલી રહી છે અને બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં પણ મામલો ચલાઈ રહ્યો છે. મુદ્દા નો અંત ક્યારે આવશે તેના પર કોઇ જ રસ્તો દેખાઈ રહ્યો નથી ત્યારે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ફરીવાર કહ્યુ છે કે સરકાર ખુલ્લા મનથી વાતચીત કરવા માટે તૈયાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment