સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના શહેરમાંથી કોંગ્રેસ માટે આવ્યા ઝટકાજનક સમાચાર.

Published on: 9:33 pm, Sun, 17 January 21

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પાટણ જિલ્લામાં કોંગ્રેસ ને મોટો ફટકો લાગ્યો છે. ભાજપના સન્માન સમારોહ કાર્યક્રમમાં દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન અમૃતભાઈ દેસાઈ, જાણીતા ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલ, સંદેર ગામના સરપંચ.

લણવા ગામના કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે.હાલમાં જ દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત અશોક ચૌધરી નો વિજય થયો છે ત્યારે આજે યોજાયેલા ભાજપના સન્માન સમારોહ કાર્યક્રમમાં પાટણ.

કોંગ્રેસમાં મોટું ગાબડું પડયું છે. ઉલ્લેખનીય છે.કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને તૈયારીઓ શરૂ કરી દીધી છે.ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે.

અને ગુજરાતમાં આ વખતે ઘણા પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના છે. જાહેરાત પણ કરી દીધી છે અને છોટુ વસાવાની બિટીપી પાર્ટી પણ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!