હોલિકા દહન નો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ,હજારો વર્ષ પહેલા પ્રહલાદ એ બનાવ્યું હતું મંદિર,જાણો ઇતિહાસ…

મિત્રો માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં વસતા તમામ ભારતીય આવતીકાલે હોળીનો તહેવાર મનાવશે. આપણે બધા જાણીએ છીએ કે હોળી ધુળેટીના તહેવાર પર લોકો એકબીજાને રંગો છાંટીને આ તહેવારને મનાવતા હોય છે ને સાથે સાથે હોળીના દિવસે લોકો આગ પ્રગટાવીને તેની પૂજા પણ કરતા હોય છે

અને સનાતન ધર્મમાં તેના મહત્વ પાછળ એક પૌરાણિક કથા છે અને હોળીને લઈને આપણને કથા પણ સંભળાવવામાં આવે છે જે એ સાબિત કરે છે કે ધર્મનો અધર્મ પર વિજય થયો છે.આપણે બધા કથા જાણીએ છીએ કે પ્રહલાદ ના પિતા હિરણ્ય કશ્યપ ભગવાન વિષ્ણુને પોતાના દુશ્મન માને છે

અને તેમની બહેન હોલિકાને અગ્નિમાં બળી ન શકે તેવું વરદાન હતું એટલે તેમની બહેનને વિષ્ણુ ભક્ત પ્રહલાદ ને ખોળામાં લઈને અગ્નિમાં બેસવાનો આદેશ આપે છે જ્યારે હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેઠી ત્યારે તે પોતે બળી ગઈ અને ભક્ત પ્રહલાદ બચી ગયા બાદમાં પ્રહલાદ ને ગરમ લોખંડના થાંભલા સાથે બાંધવામાં આવ્યો

ત્યારે પણ ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો અને હિરણ્ય કશ્યપ નો વધ કર્યો પરંતુ તમને ખ્યાલ છે કે આ બધું પાકિસ્તાનમાં થયું છે અને પાકિસ્તાનની કઈ જગ્યાએ ખબર છે.આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાન શહેરમાં આ જગ્યા છે અને મંદિરનું નામ પ્રહલાદ પુરી મંદિર છે.

આ એક સમય માટે ઐતિહાસિક સ્મારક હતું અને અહીં જ પ્રહલાદ ની ફોઈ હોલિકા આગમાં બળીને રાખ થઈ ગઈ હતી અને આજે આ મંદિરની જગ્યા કચરાના ડમ્પિંગ યાર્ડમાં ફેરવાઈ ગઈ છે.ભાગલા સમયે પ્રહલાદપુરી પાકિસ્તાનમાં વયું ગયું ત્યારબાદ પણ હોળી પર અહીં ભક્તોની ભીડ જામે છે

ને અહીંયા બે દિવસ હોલિકા દહન કરવામાં આવે છે અને ત્યારબાદ નવ દિવસ હોળીનો મેળો અને રંગોત્સવ ઉજવવામાં આવે છે. 1992માં અયોધ્યા વિવાદિત ઢાંચા ને તોડી પાડ્યા બાદ મુલતાનામાં કેટલાક મુસ્લિમ કટરપંથીઓએ પ્રહલાદપુરી મંદિર તોડી પાડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*